અમરેલી : કોરોનાને હરાવવા અમરેલીમાં શહેર મક્કમ

admin
1 Min Read

દેશભરમાં કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે ત્યારે અમરેલી જિલ્લો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે ને રોજના 100 જેટલા કોરોના પોજીટીવ કેસો આવતા આજથી 7 દિવસ સુધી અમરેલી શહેર સ્વંયભુ લોકડાઉન પાળીને કોરોનાને હરાવવા આગળ આવવાની પહેલ કરી છેઅમરેલી શહેરમાં 7 દિવસ સુધી લોકડાઉન નું અમલીકરણ વેપારી મહામંડલ અને શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા નક્કી કરીને આખું અમરેલી શહેર લોકડાઉન પાળીને શહેરની તમામ દુકાનો બંધમાં આજથી જોડાઈ ગઈ છે

અને દરેક વ્યક્તિએ દુકાનદારોએ કોરોના સામેની લડાઈમાં સહયોગ આપીને સોસીયલ ડિસ્ટનસ માસ્ક ફરજિયાત રાખે તેવી વિનંતી વેપારી એસોસિએશનના અગ્રણીઓએ કરી છે. તો બીજી બાજુ વેપારી મહામંડલ દ્વારા સારાહી કલબના નેજા નીચે ઓક્સિજનના બાટલાઓનું વિતરણ અમરેલી સિવિલ ખાતે કરશે અને સાત દિવસના લોકડાઉનના પ્રથમ દિવસે અમરેલીના વેપારીઓ સહયોગ આપીને તંત્ર સાથે ખંભે થી ખંભો મેળવીને અમરેલીવાસીઓ સહયોગ આપી રહ્યા છે

Share This Article