વડોદરા : કારેલીબાગ SMWB યુથ ક્લબની સરાહનીય કામગીરી

admin
1 Min Read

કારેલીબાગ SMWB યુથ ક્લબ દ્વારા એસેસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારજનોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર અને જીલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે.દિન પ્રતિદિન વધતા જતા કેસોને લઈ હોસ્પિટલો પણ દર્દીઓથી હાઉસફૂલ થયા છે. ત્યારે બીજી તરફ હોસ્પિટલોની બહાર દર્દીઓના પરિવાર જનો સ્વજનો પણ દર્દીઓના સ્વાસ્થ્યને લઈ ચિંતાતુર બન્યા છે.

આવી વિકટ પરિસ્થિતિમાં કારેલીબાગ SMWB યુથ કલબ છેલ્લા 1 સપ્તાહથી એસેસજી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે ઇમ્યુનિટી બુસ્ટર રૂપી લીંબુ શરબતની બોટલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે આજરોજ દર્દીઓના પરિવારજનો માટે ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું હતું.અને દર્દીઓ જલ્દીમાં જલ્દી સાજા થાય તે માટે પ્રભુને પ્રાર્થના પણ કરી હતી.

Share This Article