રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની છે ત્યારે રાજકોટના કોવિડ હોસ્પિટલ બહાર ખાનગી વાહનોમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવી પહોંચ્યા હતા. જ્યારે દર્દીઓના સગાઓ પણ પોતાનો વહેલો નંબર આવે તે માટે ટુ-વ્હીલર લઈને લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. રાજકોટમાં ટુ-વ્હીલર લઈને દર્દીઓના સગા લાઈનમાં ઊભા હોય તેવી પ્રથમ ઘટના સામે આવી છે. આજે મોટી સંખ્યામાં ખાનગી વાહનોની લાઈનો રાજકોટ કોવિડ હોસ્પિટલ બહાર જોવા મળી હતી.

જ્યારે એમ્બ્યુલન્સમાં માત્ર એકલદોકલ જ દર્દીઓ જોવા મળ્યા હતા. રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઈને ખાનગી તેમજ સિવિલ હોસ્પિટલ બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. જેને લઈને આજે રાજકોટ કોરોના હોસ્પિટલ બહાર ખાનગી વાહનોની લાંબી કતાર લાગી હતી. જે લાઈનોમાં આજે ટુ વ્હીલરો પણ કતારમાં દેખાયા હતા હાલ ઉનાળાની ઋતુ હોય અને તડકો પણ વધારે હોય જેના કારણે દર્દીની પરિસ્થિતિ લાઈનમાં ઊભા રહેવા જેવી ન હોવાના કારણે તેમના સ્વજનો પોતાના વાહનો લઇને હોસ્પિટલ બહાર લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. જ્યારે આજે મોટી સંખ્યામાં ખાનગી ખાનગી વાહનો સરકારી હોસ્પિટલ બહાર દેખાયા હતા.
