અમરેલી : રાજુલામાં કોરોના દર્દીઓ માટે 25 બેડનું કોવિડ સેન્ટર ખુલ્લું મુકાયું

admin
1 Min Read

અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે વધી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં કોરોના દરરોજ કેસ જોવા મળી રહ્યા છે. અને હોસ્પિટલો દર્દીથી ઉભરાય રહી છે. અમરેલી જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તાર અને રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથક વચ્ચે માત્ર રાજુલા શહેરની સરકારી હોસ્પિટલમાં 50 બેડ ની કોવીડ હોસ્પિટલ છે. તેવા સમયે કોરોના કેસ વધી રહ્યા છે અને હોસ્પિટલમાં બેડ ફૂલ થયા છે આવા કપરા કાળ દરમ્યાન રાજુલા વિસ્તારના પૂર્વ સંચદીય હીરા સોલંકીના સહયોગથી બાપાસીરામ કોવીડ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.

છતડીયા રોડ પર આવેલ ખાનગી શાળામાં આ કોવીડ બેડની વ્યવસ્થા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાય છે. આ ઉપરાંત આ બાપા સીતારામ સેવા સમિતિ સાથે રાજુલાની રોયલ લાઈન ક્લબ સંસ્થા પણ જોડાઈ છે. હીરા સોલંકીના નેતૃવમાં યુવાનોની ટિમ કોરોના દર્દીઓને સાચવવા માટે કામે લાગી છે અહીં રાજુલાની સરકારી હોસ્પિટલ માંથી કોરોના દર્દીને આઇસોલેશન માટે રીફર કરશે. ભાજપ નેતા હીરા સોલંકી દ્વારા 60 થી વધુ ઓક્સિજનના બાટલાનો સ્ટોક પણ કરી દેવાયો છે

Share This Article