વડોદરા : પાલિકાની ટીમ અને વેપારી વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ

admin
1 Min Read

વડોદરામાં ભારેભીડ થતા મંગળ બજારમાં વેપારીઓ અને ગ્રાહકો ને સરકારી ગાઈડલાઈનનું પાલન કરાવવા પહોંચેલી પાલિકાની ટીમ અને વેપારી વચ્ચે શાબ્દિક ટપા ટપી થતા દુકાન 2 કલાક માટે સીલ કરી દેવાતા મામલો બીચકયો હતો.વડોદરા શહેરમાં દિવસે ને દિવસે કોરોનાનો આતંક વધવા માંડયો છે. દિન-પ્રતિદિન કોરોના ના કેસો વધતા વહીવટી તંત્ર દ્વારા લોકોને સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા વિવિધ માધ્યમો થકી અપીલ કરવામાં આવી રહી છે.

આ દરમિયાન વડોદરા મહાનગર પાલિકાની ટીમ મંગળ બજાર ખાતે પહોંચી હતી.જ્યાં પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી લોકોને દબાણ નહીં કરવા તેમજ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા સુચના આપવામાં આવી હતી. આ સમયે દુકાન બહાર લટકાવેલા લટકણીયા હટાવવા બાબતે વેપારી જોડે શાબ્દિક ટપાટપી થતાં વેપારી અને પાલિકાની ટીમ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.જેથી પાલિકાની ટીમે આ દુકાન બે કલાક માટે સીલ કરી દેતા વેપારીએ પાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપ કરી નારાજગી દર્શાવી હતી.

Share This Article