બગસરા નગરપાલિકા અને મામલતદાર ઓફીસના સંયુક્ત ટીમ દ્વારા હોસ્પિટલ રોડ ઉપર કોરોના વાયરસને ધ્યાને રાખી માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.અમરેલીના બગસરા શહેર અને તાલુકામાં વધતા જતા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખી બગસરા નગરપાલિકા અને મામલતદાર એક્શન મોડમાં જોવા મળ્યા હતા.
જેમાં બગસરા મામલતદાર ઓફીસ અને નગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા હોસ્પિટલ રોડ ઉપર કોરોના વાયરસને ધ્યાને રાખી માસ્ક વગર ફરતા લોકોને અનેક વખત સમજૂતી કરવામાં આવી હોવા છતાં માસ્ક ન બાંધતા હોય તેવા લોકો સામે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ તકે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદિત નસીત તેમજ નાયબ મામલતદાર વિસાણી, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ મકવાણા સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં હોસ્પિટલ રોડ ઉપર કોરોના વાયરસની મહામારી વચ્ચે માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.