ગુજરાત : ઝાયડસ- કેડિલાની વિરાફિનને કોરોનાના દર્દીઓની સારવાર માટે મંજૂરી

admin
1 Min Read

રોના વાયરસ દર્દીઓની સારવાર ઝડપી બનાવવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ઝાયડસ કેડિલાની વિરાફિન દવાના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. આ દવા 18 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓની સારવાર માટે વાપરી શકાય છે. ત્યારે અમદાવાદની ઝાયડસ કેડિલાએ તાજેતરમાં જ વિરાફિનના વપરાશ માટે ડીસીજીઆઈ સમક્ષ મંજૂરી માંગી હતી. કોરોના સામેના જંગમાં આ ગુજરાતી કંપનીની પ્રથમ દવા છે.

કોરોનાના હળવાથી મધ્યમ લક્ષણ ધરાવતા દર્દીઓની સારવારમાં આ દવાના ઉપયોગ માટે ઈમર્જન્સી મંજૂરી આપવામાં આવી છે. ઝાયડસ કેડિલાની આ દવા સિંગલ ડોઝ વેક્સિન છે, જેનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવારમાં મહદઅંશે મદદરૂપ થાય છે. રેગ્યુલેટરી ફાઈલિંગ દરમિયાન કંપનીએ જણાવ્યું કે કોરોના થયા બાદ વહેલી તકે વિરાફિનનો ડોઝ લેવાથી દર્દી ઝડપથી રિકવર થઈ શકે છે અને અનેક પ્રકારની જટલિતાઓમાંથી છૂટકારો મેળવી શકાય છે. વિરાફિન દવા હોસ્પિટલ/ સંસ્થાકિય વ્યવસ્થામાં ઉપયોગ માટે મેડિકલ નિષ્ણાતોની ભલામણ બાદ જ પ્રાપ્ત થઈ શકશે.

Share This Article