રાજકોટ : જેતપુરમાં સેવાની જયોતઃ પોતાના બંગલામાં હોસ્પિટલ શરૂ કરી

admin
1 Min Read

વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના મહામારીથી વધુ પ્રભાવીત ગુજરાત થયું છે. દરરોજ પોઝીટીવ કેસોની સંખ્યા ઘટનાના બદલે વધતી જાય છે. મોતનો આંક પણ વધતો જ જાય છે. જાણવા મળતી વિગત અનુસાર શહેરમાં સ્મશાનમાં દરરોજ ૧પથી  વધુ અગ્નિદાહ અપાય છે. કોરોના ગ્રામ્ય વિસ્તારમાં પણ વકરી રહ્યો છે. તેમાં પણ ઓકસીજનની પરીસ્થિતી ખુબ ખરાબ થઇ ગઈ છે. હોસ્પીટીલમાં જે દર્દીનું ઓકસીજન લેવલ ૯પ જેટલું હોય તેનેજ દાખલ કરવામાં આવે છે તેનાથી નીચે લેવલ હોય તે બિચારા ભગવાન ભરોસે રહે છે.

 

 

હોસ્પીટલોમાં પણ જગ્યા ન હોય દર્દીઓ હેરાન થાય છે. આવી પરિસ્થિતી વચ્ચે શહેરના અમરધામ, રૈયારાજ-૧ વિસ્તારમાં રહેતા જેઠુરભાઇ ઓઢભાઇ વાળાએ અનેરી સેવાની જયોત જલાવી છે. જેમાં પોતાના બંગલાને જ હોસ્પીટલ બનાવી ત્યાં આવનાર દર્દીઓ માટે ઓકસીજનની પણ સગવડ કરી રાખી છે. અહી આવનારે કોઇપણ જાતનો ચાર્જ ચુકવવાનો રહેતો નથી જમવા રહેવાની સગવડ પણ વિનામુલ્યે કરી આપવામાં આવે છે. દર્દીની સાથે તેના સગાને પણ વિનામુલ્યે કરી આપવામાં આવે છે. દર્દીની સાથે  તેના સગાને પણ સગવડ અપાય છે. અહિં ડોકટરની પણ વિઝીટ કરાવવી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય હોસ્પીટલોમાં બેફામ ભાવો લેવામાં આવે છે ગરીબ

Share This Article