ICCની કોમેન્ટ પર ભડક્યા સચિનના ફેન્સ, ICCને કર્યું ટ્રોલ

admin
1 Min Read

હાલમાં ચાલી રહેલી એશિઝ સીરીઝની ત્રીજી ટેસ્ટમાં પોતાનું શાનદાર પર્ફોર્મન્સ કરનાર ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ હાલના દિવસોમાં ચર્ચામાં છે. 28 વર્ષીય સ્ટોક્સે જે રીતે ઐતિહાસિક સદી કરીને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં માનવામાં આવેલી હારને જીતમાં ફેરવી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવી 5 મેચોની સિરિઝમાં 1-1થી બરાબરી કરી છે. મહત્વનું છે કે 2019ના વર્લ્ડકપની ફાઈનલમાં પણ બેન સ્ટોક્સે 84 રન ફટકાર્યા હતા જેના કારણે ઈંગ્લેન્ડને ઘર આંગણે વર્લ્ડકપ મેળવવામાં સફળતા મળી હતી. અને તે સમયે ICCએ ટ્વીટ કરી સ્ટોક્સને `ધ ગ્રેટેસ્ટ ક્રિકેટર ઓફ ઓલ ટાઈમ’ કહ્યું હતું. જેમાં સ્ટોક્ની સાથે સચિન પણ જોવા મળી રહ્યો છે.

 

 

ICCએ સ્ટોકને લઈને 15 જુલાઈએ કરેલી ટ્વીટ 28 ઓગસ્ટે રીટ્વીટ કરતા જણાવ્યું કે `ટોલ્ડ યુ’

 

જેના કારણે સચિનના ફેન્સ ICCનો આ અંદાજ બિલકુલ પણ પસંદ આવ્યો નથી. અને સચિનના ફેન્સે ICCને ટ્રોલ કરવાનનું શરુ કરી દિધું છે. ફેન્સનું કહેવું છે કે સ્ટોક્સ પ્રશંસાને લાયક છે પરંતુ તેને ઓલ ટાઈમ મહાન ક્રિકેટર તરીકે ન ગણાવી શકાય.

Share This Article