ટ્રકની બ્રેક ફેલ થતાં ટ્રક પાણીમાં ખાબક્યો, ભાવનગરના ઘોઘા ખાતેનો બનાવ

admin
1 Min Read

ભાવનગર-દહેજ વચ્ચે રો રો ફેરી સર્વિસ શરુ કરવામાં આવી છે. જેના કારણે દહેજ અને સુરત તરફ મુસાફરી કરતા લોકો અને ટ્રકો આ રો રો ફેરી સર્વિસનો ભરપૂર લાભ લે છે. જોકે, ભાવનગર ટર્મીનલ ઉપરથી દહેજ જઈ રહેલી એક ટ્રક ફેરીમાં દાખલ થવા માટે જેટી ઉપર આગળ વધી ત્યારે અચાનક તેની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી, જેના કારણે ટ્રક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક દરીયામાં ખાબકી હતી. જોકે, ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને ટગના સ્ટાફ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. દરીયામાં ખાબકતા ટ્રકના દ્રશ્યો સીસીટીવી ફુટેજમાં પણ કેદ થવા પામ્યા છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.  જ્યારે ટ્રકને બહાર કાઢવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે,  ભાવનગરથી દક્ષિણ ગુજરાત જવા માગતા મુસાફરો અને ટ્રકોને દસથી બાર કલાક લાંબી મુસાફરી કરવી પડતી હતી, જેને ધ્યાનમાં રાખી ભાવનગરથી ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી. જેમાં મુસાફરો સહિત કાર અને ટ્રકનો પણ સમાવેશ થાય છે.

Share This Article