હવામાન વિભાગ ની આગાહી મુજબ તા 18 મેંના રોજ સાંજે આઠ વાગ્યે દરીયાકાંઠે કરાવવાની શક્યતાને લઈને પુરા ગુજરાત ને એલર્ટ કરવામાં આવ્યું છે ત્યારે જામકંડોરણા પંથકમાં તૌક્તે વાવાઝોડા પગલે ભારે પવન સાથે વરસાદ ની સંભાવના છે ત્યારે જામકંડોરણાના મામલતદાર વિજયભાઈ મુળીયાસીયા, તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી બગથરીયાભાઈ, જામકંડોરણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.યુ. ગોહીલ સહિતના અધીકારી સ્ટાફ સાથે લોકોને સ્થળાંતર કરવાની કામગીરી જોડાયા હતા.

જામકંડોરણા માં આવેલી ઝુંપડપટ્ટી માં લોકોને સ્થળાંતર કરવાની કામગીરી પુરજોશથી કરવામાં આવી રહી છે જામકંડોરણા તાલુકાના ત્રીસ કુટુંબના આસરે સવાસો વ્યક્તિને સ્કુલમાં આસરો આપ્યો છે. તો બીજી બાજુ તાઉ-તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેમ જેમ તે આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વધુ પ્રભાવી બનતું જાય છે. હાલ તાઉ-તે વાવાઝોડાની અસર દરિયાઇ વિસ્તારમાં જોવા મળી રહી છે.
