‘શેર કભી ઘાંસ નહીં ખાતા’, ઘાંસ ખાતો ડાલામથ્થાનો વીડિયો વાઇરલ

admin
1 Min Read

જંગલની આન બાન અને શાન એટલે ત્રાડ પાડતો જંગલનો રાજા સિંહ. જંગલનું મહત્વ અને મમત્વ જો કોઈનાં લીધે જળવાતું હોય તો તે છે કેસરીનંદનની ખુમારી. સિંહને જંગલનો રાજા એટલા માટે જ કહેવાય કે એનાથી જંગલના એક એક પ્રાણી થરથર ધ્રુજવા લાગે. પરંતુ એ જ સિંહ જો હવે ઘાસ ખાવા પર મજબુર થઈ જાય તો એની ખુમારી લાજી એવું કહી શકાય. પરંતુ તુલસીશ્યામ વિસ્તારમાં જંગલનો રાજા ઘાસ ખાતો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે.

હાલ લીલીછમ્મ હરિયાળી છવાઇ જતા ડુંગરાળ વિસ્તારમાં વીડીમાં ડાલામથ્થો સિંહ ઘાસ ખાય રહ્યો હોય લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા છે અને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. વીડિયોમાં દેખાય છે તે સિંહ વયોવૃદ્ધ હોવાનું જણાય છે. ગીર જંગલમાં નેસડામાંથી માલધારીઓને ખદેડી દેતા સિંહોની દુર્દશા થઇ છે. સિંહોને મારણ ન મળતા સિંહ ઘાંસ ખાતો હોવાનું સિંહપ્રેમીઓમાં ચર્ચાઇ રહ્યું છે. આથી સિંહપ્રેમીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. વીડિયોમાં સિંહ ઘાસ ખાય છે ત્યારબાદ ઉલ્ટી કરે છે.

Share This Article