સુરત: કરોડો ની છેતરપિંડી ની ફરિયાદ નોંધાઈ, 3 સામે ગુનો

admin
2 Min Read

સરથાણાના રેતી-કપચીના વેપારી પાસે બેંકમાં ખાતુ ખોલાવી ચાવાળાએ બેંકકર્મી અને એક ગઠિયા સાથે મળીને વેપારીની જાણ બહાર તેના ખાતામાં 13.13 કરોડનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું હતું. વેપારીએ ગુનો નોંધાવતા પોલીસે ચાવાળા અને બેંકકર્મીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે ત્રીજા આરોપીને પોલીસ શોધી રહી છે. કામરેજના સોમેશ્વર વિલામાં રહેતા રિતેશ નરસિંહ કાપડિયા નાના વરાછા ખાતે વીયા એન્ટરપ્રાઇઝના નામથી રેતી કપચીનો વેપાર કરે છે. 28 જુલાઇ 2020ના દિવસે મુકેશ એ.યુ.સ્મોલ ફાઇનાન્સ બેંકના કર્મી ભાવેશ પેટીગરાને રિતેશભાઇ પાસે લઇને આવ્યો હતો. ભાવેશને બેંકમાંથી ખાતાનું ટાર્ગેટ અપાયાનું કહીને મુકેશે રિતેશ પાસે સેવિંગખાતું ખોલાવ્યું હતું. ખાતુ ખોલાવ્યા બાદ રિતેશે કોઇ વ્યવહાર કર્યા ન હતા.

માર્ચ 2021માં એ.યુ.ફાઇનાન્સમાંથી રિતેશભાઇને ખાતુ બંધ કરવા માટે ફોન આવ્યો હતો. ખાતુ બંધ કર્યા બાદ રિતેશભાઇ પાસે બેંકમાંથી આવેલા બે કર્મીઓએ તેમના ખાતામાં 27 લાખની એન્ટ્રી બાબતે પૂછયું હતું. રિતેશભાઇએ તપાસ કરતાં તેમના પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને રોયલ એન્ટરપ્રાઈઝના નામથી કરંટ એકાઉન્ટ ખોલી તેમાં 13 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન કર્યું હતુ. આ ખાતામાં તેમના ફોનની જગ્યાએ અન્ય નંબર હોવાથી બેંક વ્યવહાર વિશે રિતેશને ન ખબર પડી ન હતી. રિતેશ કાપડિયાના નામે આ ખાતુ બેંકકર્મી ભાવેશ પેટીગરાએ ખોલાવ્યું છે. જેમાં એમ.જે .ટ્રેડર્સના જાહીદ અનવર શેખ(સિલ્વર પ્લાઝાે, રાંદેર) અને ચાવાળા મુકેશ ધાડિયાએ મદદ કરી હતી.રિતેશના નામે ટ્રાન્જેક્શન કરીને ઇન્કમટેક્સની જવાબદારી તેના પર નાખી છેતરપિંડી કરી છે. ઇકો સેલના એસીપી વી.કે પરમારે જણાવ્યું જાહિદ શેખની શોધખોળ ચાલી રહી છે તેમજ ભાવેશ સિવાય અન્ય બેંકકર્મીની સંડોવણી પણ તપાસ કરાઇ રહી છે

Share This Article