શું તમને ખબર છે જેમ શ્વાન માણસની પાછળ દોડે, તેમ કાગડો પણ પાછળ પડે છે. જી હા ઉપલેટાનાં ઝકરિયા ચોકમાં એક કાગડો લોકોની પાછળ પડ્યો છે. અહિં રસ્તા પરથી પસાર થતા લોકો પર કાગળો પાછળ પડે છે અને માથા પર ચાંચ મારે છે. આ કાગડાના ત્રાસથી અહિં લોકો પણ કંટાળી ગયા છે. આપને જાણીને નવાઇ લાગશે કે જે કાગડાનો માળો જો કોઇ વ્યક્તિએ તોડ્યો હોય, તો કાગડો તે વ્યક્તિની પાછળ પડે છે અને ચાચ મારવા વ્યક્તિનો પીછો પણ કરે છે. હાલ કાગડાનો આ VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ ઉપલેટા શહેર.ના ઝકરિયા ચોકમાં કાગડાનો ત્રાસ વધી ગયો છે. રાહદારીઓને અને વાહન ચાલકોને રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું છે. આવો જ એક બનાવ અમરેલીના રાજુલામાં પણ સામે આવ્યો હતો જેમાં કાગડાના ત્રાસના કારણે લોકો પરેશાન થઇ ગયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -