ગૃહમંત્રી અમિત શાહે કર્યુ ઈલેક્ટ્રીક બસોનું લોકાર્પણ, અમદાવાદમાં દોડતી થઈ ઈલેક્ટ્રીક બસો

admin
1 Min Read

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઇલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે અમદાવાદના રસ્તાઓ પર ઈલેક્ટ્રીક બસો દોડતી થઈ જશે. તેમણે ફ્લેગ ઓફ કરી ઈલેક્ટ્રિક બસોને પ્રસ્થાન કરાવ્યુ હતું. શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું હતું. શાહે રાણીપમાં બનેલા ઓટોમેટિક બેટરી સ્વેપ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યુ હતું. લોકાર્પણ થતાં શહેરમાં 18 ઈલેક્ટ્રિક બસો દોડાવાશે. જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો આવશે. કેન્દ્ર અને ગુજરાત સરકાર મળેલા નિર્દેશ મુજબ, કુલ 50 ઈલેક્ટ્રિક બસોને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ તમામ બસો 50 મુસાફરોની ક્ષમતા વાળી એસી બસો છે. આ બસોને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું પણ અટકશે. આ બોસમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લાગેલી હશે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે. તેમજ ઓટોમેટિક ડોર સેન્સરને કારણે બસના દરવાજા ખુલ્લા હોવાની સ્થિતિમાં બસ ચાલી શકશે નહીં.

Share This Article