ઓસ્ટ્રેલિયામાં પ્રિ-નવરાત્રીમાં જિગ્નેશ કવિરાજના તાલે ઝુમ્યા ગુજરાતીઓ

admin
1 Min Read

ગુજરાતમાં નવરાત્રીને હજી એક મહિના જેટલી વાર છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં એક ગ્રુપ દ્વારા પ્રિ-નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી કલાકાર જિગ્નેશ કવિરાજના તાલે ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ ગરબે ઝુમ્યા હતા. આમ જોઈએ તો નવરાત્રીનું ઘેલું નાના બાળકથી લઈને વૃદ્ધોમાં પણ જોવા મળતું હોય છે. નવરાત્રીની શરુઆત થતા જ વિદેશમાં વસતા કેટલાય ગુજરાતીઓ તેમજ વિદેશીઓ ગુજરાતમાં આવતા હોય છે.


મહત્વનું છે કે હાલના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ નવરાત્રીના કાર્યક્રમ દ્વારા એક પ્લેટફોર્મ ઉભું કર્યું છે જેના થકી નવરાત્રી પર્વને વિશ્વ ફલક પર સ્થાન મળ્યું છે. જે પછી વિશ્વના મોટાભાગના દેશોમાં રહેતા ગુજરાતીઓ પણ નવરાત્રી પર્વની ઉજવણી સ્થાનિક કક્ષાએ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના પાટનગર કેનબેરામાં રહેતા ગુજરાતીઓ દ્વારા રાખવામાં આવેલ પ્રિ-નવરાત્રી કાર્યક્રમમાં જિગ્નેશ કવિરાજ અને તેમના ભાઈએ પોતાના પ્રસિદ્ધ થયેલા ગરબા અને ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા ગુજરાતીઓ હાજર રહ્યા હતા.

Share This Article