દાહોદ : દાહોદ જીલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો

admin
1 Min Read

: દાહોદ જિલ્લામાં આજે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. જેમાં દાહોદ જિલ્લાના વિવિધ પંથકમાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આ ઉપરાંત આજે દાહોદ શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેને પગલે શહેરના અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. શહેરમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી.

તો બીજી બાજુ જિલ્લના ધનપુરમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો જીલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. ત્યારે મેઘરાજાનું આગમન થતાની સાથે જ વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.

Share This Article