CM વિજય રૂપાણી ભુજની મુલાકાતે પહોંચ્યા

admin
2 Min Read

 

મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. અધિકારીઓ સાથે એક મિટિંગ કરી કચ્છની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અછતના સમયમાં કચ્છ જિલ્લામાં જે કામગીરી થઇ છે તેની પ્રશંસા કરી હતી અને અભિનંદન કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષ વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ નબળા રહ્યા છે અને અછતની પરિસ્થિતિ ઉભી થઈ હતી ત્યારે આ વર્ષે સારો વરસાદ થયો છે તે માટે વિજયભાઈ રૂપાણી ખુશી વ્યક્ત કરી કચ્છીઓને વધાઈ આપી હતી. કચ્છમાં વર્તમાન દુષ્કાળની પરિસ્થિતિ દરમ્યાન તેમની સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને પહેલી વખત ઓક્ટોબર મહિનામાં અછત જાહેર કરીને ઢોરવાડાઓને સબસીડી આપવા માટેનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી ૫૫૦ કરોડ રૂપિયા કચ્છમાં ખર્ચીને લાખો પશુઓને બચાવી લીધા હોવાનું મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.
કચ્છ કલેકટરની સાથે એક ટીમ વર્ક તરીકે વહીવટી તંત્ર દ્વારા કામ થયું છે તેની ખૂબ પ્રશંસા કરી હતી. જિલ્લા કલેકટર દ્વારા અછત દરમિયાન નમૂનારૂપ થયેલ કામગીરીને પુસ્તક સ્વરૂપે સંગ્રહ કરવામાં આવી છે અને તેમાં તમામ પ્રકારની માહિતીઓ તથા વિગતો અને અન્ય એવી બાબતો સમાવવામાં આવી છે જે કચ્છમાં આવનાર કોઇ પણ સમયે જો અછતની પરિસ્થિતિ સર્જાય તો નવા વહિવટીતંત્રને એ પુસ્તક એક આધાર બની શકે તેનું વિમોચન મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ CM રૂપાણીએ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમની ટીમ સાથે બનાવેલ એક એપ જેમાં સરકારી યોજનાની અનેક માહિતી આ એપ દ્વારા મળી શકે છે તેનું પણ ઇનોગ્રેશન કર્યું હતું. ત્યારબાદ પત્રકાર પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં નર્મદા યોજનાનું કેનાલ નું બાકી રહેલ કામ એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે જંત્રી ના ભાવ પણ વધારવાની વિચારણા ચાલી રહી છે તેમ જણાવ્યું હતું.

Share This Article