આમ આદમી પાર્ટીમાં છેલ્લા કેટલાક દિવસથી ભાજપના વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તાઓ હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. તેવા સમયે હવે છેલ્લા કેટલાક સમયથી આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળતી ભારતીય જનતા પાર્ટીને ખુલાસો કરવાની ફરજ પડી છે. ભારતીય જનતા પાર્ટીના કહેવા પ્રમાણે આપ પાર્ટીમાં ભાજપના કોઈપણ કાર્યકર્તા જોડાયો નથી. માત્ર ખોટો પ્રચાર-પ્રસાર કરીને સોશિયલ મીડિયા મારફતે ખોટા સંદેશો આપી રહી છે. પત્રકાર પરિષદમાં તો પહેલા ભાજપના પ્રમુખે આપમાં ભાજપનો કોઈપણ કાર્યકર્તા ગયો ન હોવાનું રટણ શરૂ રાખ્યું હતું, ત્યારબાદ સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તો હદ કરી, પોતાની વાત મૂકતાં કહ્યું કે, ખોટી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપનો એક પણ કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં ગયો નથી.

પરંતુ અંતે ભાજપ પ્રમુખે સ્વીકાર્યુ કે જે કેટલાક કાર્યકર્તાઓએ હોદ્દેદારો ગયા છે. તેઓ પોતાની વ્યક્તિગત માંગણી ન સંતોષાતા ગયા હોય શકે છે. જ્યારે ધારાસભ્ય પૂર્ણેશ મોદી તો જાણે પોતાના ભાજપના કાર્યકર્તાઓ ને કરતા ન હોય તે રીતે સ્પષ્ટ કહી દીધું કે જેટલા પણ આપમાં ગયા છે. તે પૈકી કોઇ ભાજપનો કાર્યકર નથી. કોર્પોરેશનના ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં જે રીતે પ્રજાના પ્રશ્નો ઉઠાવી રહી છે. તે રીતે અનેક લોકો હવે આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા છે તે વાત પણ સાચી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી તેને સ્વીકારવા તૈયાર થઇ રહી નથી. કેટલાક સોસાયટીઓની અંદર જે પ્રકારે બેનર લાગી રહ્યા છે. પોતાના વિસ્તારમાં કામ ન થતાં હોવાને કારણે લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. તેવી સોસાયટીના લોકોને પણ તેઓ ગણકારતા ન હોય તે રીતે સ્પષ્ટ કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ બે પાંચ લોકોને ભેગા કરીને મોટો આંકડો મીડિયામાં આપીને ખોટો ભ્રમ ફેલાઇ રહ્યા છે.
