દાહોદ : 2 સ્કૂલ બંધ થવાથી 600 ઉપરાંત બાળકોનું અંધકારમય બન્યું છે, રાજ્યની ૮ મોડેલ ડે સ્કૂલ બંધ કરવાના નિર્ણય

admin
2 Min Read

રાજ્ય સરકાર દ્રારા આદિવાસી વિસ્તારો માં અધતન શિક્ષણ માટે મોડેલ ડે સ્કૂલો શરૂ કરી હતી જેને પગલે ગ્રામ્ય વિસ્તાર ના ગરીબ આદિવાસી બાળકો માટે આ શાળા ઑ આશીર્વાદરૂપ સાબિત થઈ હતી પરંતુ એકાએક સરકાર દ્રારા રાજ્ય ની આઠ શાળા બંધ કરવાના નિર્ણય ને પગલે દાહોદ જિલ્લા આ આવેલ ગરબાડા તાલુકા ની વજેલાવ માં ચાલતી મોડેલ ડે સ્કૂલ અને ધાનપુર તાલુકાનાં અગાસવાણી ની મોડેલ ડે સ્કૂલ પણ બંધ કરવાના નિર્ણય થી વાલીઓ માં નારાજગી જોવા મળી રહી છે સ્થાનિકો ની માંગ છે કે આ શાળા ચાલુ રહેવી જોઇયે….દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લા ના આદિવાસી ખેડૂતો મોટે ભાગે ખેતી અથવા મજૂરી કામ પર નિર્ભર હોય છે અહી ના આદિવાસી સમાજ ના લોકો રાજ્ય ના અન્ય જિલ્લા ઑ માં રોજીરોટી માટે પણ હિજરત કરતાં હોય છે

ત્યારે આર્થિક કટોકટી ને પગલે બાળકો ને સારું શિક્ષણ આપવું શક્ય નથી ત્યારે આદિવાસી વિસ્તારો માં માં સારા શિક્ષણ માટે સરકાર દ્રારા ચાલતી મોડેલ ડે સ્કૂલ થી બાળકો ને સારું શિક્ષણ મળી રહ્યું છે ત્યારે ગરબાડા તાલુકાની વજેલાવ મોડેલ ડે સ્કૂલ બંધ થવાથી શાળા માં અભ્યાસ કરતાં 215 બાળકો અને ધાનપુર ની અગાસવાણી મોડેલ ડે સ્કૂલ માં અભ્યાસ કરતાં 418 બાળકો શિક્ષણ થી વંચિત રહેશે અથવા આ બાળકો ને અન્ય શાળા માં મોક્લવાથી 5 થી 10 કિલોમીટર સુધી દૂર જવું પડી શકે છે સાથે જ પ્રવેશ પણ મળશે કે નહીં તે પણ એક ચિંતા નો વિષય છે બંને શાળા ઑ બંધ કરવાના નિર્ણય ને પગલે વાલીઓ માં નારાજગી જોવા મળી રહી છે

Share This Article