અમરેલી : ખાંભા તાલુકાના ભાવરડી ગામના ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર

admin
1 Min Read

સૌરાષ્ટ્ર ભરમાં તાઉતેના કારણે તબાહી મચી હતી સૌથી વધુ અમરેલી જિલ્લામાં નુકસાન પીજીવીસીએલ વિભાગને થયું છે. પરંતુ આ જિલ્લા તેમની કામગીરી ખૂબ ગોકળગતીએ ચાલી રહી છે જેના કારણે લોકો ખૂબ પરેશાન થયા છે. હવે જ્યોતિગ્રામ શિયાળ બેટ ગામને બાદ કરતા તમામ ગામડા સુધી આવી ગઈ છે. અતિ મહત્વની ખેતીવાડી વીજળી હજુ પોહચી નથી તેની સામે કામગીરી પણ કેટલાક ગામડા હજુ શરૂ નથી કરાય જ્યારે તેને લઈ ખેડૂતો વરસાદ ચોમાસાની વાવેતરની સિઝન ના કારણે રોષે ભરાય રહ્યા છે. રાજકીય નેતાઓ માત્ર રજૂઆતો કરી આશ્વાસન આપી રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર ખેડુતો અતિ મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે.

જ્યારે દોઢ મહિનો થયો છતા પીજીવીસીએલ દ્વારા હજુ એક પણ ગામડામા ખેતીવાડી ના કનેસન આપી ફીડરો શરૂ કર્યા નથી જેના કારણે વધુ રોષ વધી રહ્યો છે અને ખેડૂતો વીજળી વગર હેરાન પરેશાન થઈ રહ્યા છે. પીજીવીસીએલ સામે આંદોલનના ભણકારાઆજે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી દેવાય છે હવે ઉગ્ર આંદોલન કરવાના સંકેતો જોવા મળી રહ્યા છે ખેડૂતો કહી રહ્યા છે સ્ટાફ મટિરિયલ બધું લઈ ગામડે મોકલો આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ હવે ઉગ્ર આંદોલન કરવા આવીશુ બીજી તરફ સમગ્ર જિલ્લામા ખેતીવાડીની વીજળી નહિ હોવાને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે

Share This Article