રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની પરિસ્થિતિ હાલ કાબુમાં જોવા મળી રહી છે જેમાં હાલ ઉપલેટા શહેર તેમજ તાલુકા પંથકમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા માત્ર પાંચ નોંધાઈ છે. ઉપલેટા પંથકમાં લોકોની જાગૃતતા સ્વેચ્છિક લોકડાઉન અને આરોગ્ય વિભાગની કામગીરી અને મહેનતને લઈને ઉપલેટાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોના એક્ટીવ કેસોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઉપલેટા કોરોના મુક્ત તરફ આગળ વધી રહ્યું છે અને હાલ લોકો પણ કોરોના સામે રાહત અનુભવી રહ્યા છે.
કોરોના બાદ લોકોમાં ભયનો ખુબ માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે હાલ કોરોના સામેની જંગમાં લોકોએ રસીકરણમાં પણ ખૂબ જાગૃતતા દેખાડી છે અને રસીકરણમાં સારો સહયોગ આપ્યો છે જેથી આવનારા સમયમાં ઉપલેટા પંથકના તમામ લોકો કોરોના રસી લઇ અને કોરોના સામેની જંગમાં સહભાગી બનશે. જે રીતે વર્તમાન સ્થિતિ કાબૂમાં દેખાઈ રહી છે તેમાં આરોગ્ય વિભાગની મહેનત અને લોકોની જાગૃતતા અને કોરોના સામેની સતર્કતા બન્ને સાથે મળી અને ઉપલેટાને કોરોનાથી મુક્ત કરાવવા અને કોરોનાની જંગ લડવા સહભાગી અને સહયોગી બની રહ્યા છે.
