પંજાબના ગુરદાસપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, બ્લાસ્ટમાં 13 લોકોના મોત

admin
1 Min Read
Baruipur: The site where fire broke out at a firecracker godown, in West Bengal's Baruipur on Oct 7, 2018. (Photo: IANS)

પંજાબના ગુરદાસપુરના બટાલામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 13 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આશંકા સેવવામાં આવી રહી છે કે, હજી પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોઈ શકે છે જેથી બચાવ કામગીરી ઝડપથી શરુ કરી દેવામાં આવી છે.  સુત્રોના જણાવ્યા મુજબ, અંદાજે ફેક્ટરીની બે બિલ્ડીંગમાં 30થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. બ્લાસ્ટ થતાં જ આસપાસનાં તમામ વિસ્તારોનાં લોકો આ અવાજ સાંભળતા જ ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. જો કે ઘટનાસ્થળ પર સ્થાનીય પ્રશાસન સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બ્લાસ્ટ કયા કારણોસર થયો તો અંગેની તપાસ હજી કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતા રાજ્યના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તો ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલે પણ ટ્વિટ કરીને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. સની દેઓલે ટ્વિટ કર્યુ કે, બટાલા ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટના સમાચારથી દુઃખી છું. બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ અને સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ચુક્યુ છે.

Share This Article