અમરેલી : કોરોના રસીકરણનો મેગા કેમ્પ યોજાયો

admin
1 Min Read

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ભાજપના મિડિયાના કન્વીનર અને રાજુલા લાઇન્સ ક્લબના પ્રમુખ સાગરભાઈ સરવૈયા અને તેમની સમગ્ર ટીમ દ્વારા કોવિડ રસીકરણનો મેગા કેમ્પનુ કૃષ્ણનગર સોસાયટી બસ સ્ટેશન પાસે આવેલા વૃધ્ધા આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું….આ કેમ્પને અમરેલી જીલ્લા ભાજપના મહામંત્રી પીઠાભાઈ નકુમ, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ લાડુમોર, શહેર મયુરભાઈ દવે બીપીનભાઈ લહેરીના વરદ હસ્તે દીપ પ્રગટાવીને કેમ્પનુ ઉદ્ધાટન કરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો…

આ કેમ્પમાં રાજુલા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર એન વી કળસરીયાના માર્ગદર્શન હેઠળ ડો ઉમંગ અને સ્ટાફ નર્સ બહેનોએ સરાહનીય કામગીરી કરી હતી… આ કેમ્પમાં ૭૦૦ લોકોને રસી આપવા નો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જેમાં ૫૦૦ કરતાં વધારે લોકોને રસી વેક્સિન આપવામાં આવી છે. ઘણાએ પ્રથમ ડોઝ તો ઘણાએ બીજો વેક્સિનનો ડોઝ લેવા માટે પહોંચી ગયા હતા.

Share This Article