રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા પીએમ મોદી, પુતિને ભેટીને કર્યુ પીએમ મોદીનું સ્વાગત

admin
1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસે રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતા. જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન બન્નેની મિત્રતાની ઝલક ફરી એકવાર જોવા મળી હતી. અહીં પુતિને પીએમ મોદીને ભેટીને સ્વાગત કર્યુ હતું.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્ટર્ન ઇકોનૉમિક ફૉરમની બેઠકમાં ભાગ લેવા માટે રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં પહોંચ્યા છે. આ દરમિયાન જ્વેજદા શિપ બિલ્ડિંગમાં બન્ને નેતાઓએ ખાસ વાતચીત પણ કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, ભારત અને રશિયાના સંબંધ ખૂબ જ જુના છે. અમે આજે રક્ષા, ઊર્જા સહિત કેટલાક મહત્વના મુદ્દા પર બન્ને દેશો વચ્ચેના સહયોગ પર વાતચીત કરી છે. બન્ને દેશો વચ્ચે આ 20મો વાર્ષિક સંમેલન છે અને અમે આ પ્રસંગે કેટલાક મુખ્ય વિષયો પર પણ વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યુ કે, ભારત અને રશિયા ખૂબ જ સારા મિત્ર છે અને બન્ને દેશો માટે આજનો દિવસ ઐતિહાસિક છે.

 

 

Share This Article