અમરેલી : ધારીના બોરડી ગામના લોકો સહાયથી વંચિત

admin
2 Min Read

ધારી તાલુકાનું બોરડી ગામ તાઉતે વાવાઝોડું વીત્યાના દોઢેક મહિના બાદ તંત્ર દ્વારા ત્રણ ત્રણ વાર સર્વે કર્યા બાદ પણ કેશડોલ્સ કે મકાનો પડી ગયા છે તેની સહાય મળી ન હોવાનો બોરડીના સ્થાનિકો વસવસો વ્યક્ત કરી રહ્યા છે અને ગ્રામ પંચાયત દ્વારા આવા ગરીબોને જમવાની સુવિધાઓ પણ કરી રહી છે પણ સરકાર સુધી આવા ગરીબોનો અવાજ સંભળાતો નથી… જેને લઈને આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છેઆ છે ધારી તાલુકાનું બોરડી ગામ… બોરડી ગામમાં તાઉતે વાવાઝોડું વખતે અનેક મકાનો ધરાશાહી થયા હતા ને હાલ દોઢેક મહિનો વીત્યા બાદ પણ આવા મકાનોની સ્થિતિ એમની એમ જ હોય ત્યારે સ્થાનિકોમાં સરકારી બાબુઓ અને રાજકીય નેતાઓ પ્રત્યે ભારોભાર રોષ ઉત્પન્ન થયો છે

ગામમાં 90 જેટલા ગરીબોના મકાનો ને નુકશાન થયું હોય ત્યારે સર્વે વાળી ટીમ દ્વારા ફક્ત 1 વ્યક્તિને કેશડોલ્સ મળી હતી જ્યારે મકાનોના નુકશાન વાળા એકપણ વ્યક્તિને આજદિન સુધી સહાય ના નામે લોલીપોપ આપવામાં આવી છે જેનો સ્થાનિકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાવાઝોડાની આફતને વીત્યાના આટલા દિવસો બાદ પણ સહાય નથી મળી ત્યારે નેતાઓ બોરડી ગામમાં આવીને ચાલ્યા જાય છે પણ ગામની સ્થિતિ નો ખ્યાલ હોવા છતાં પણ દરકાર લીધી ન હોવાનો વસવસો બોરડીના ઉપસરપંચ વ્યક્ત કરી રહ્યા છે જ્યારે ગરીબ મહિલાઓ જેમના મકાનો ને નુકશાન થયું છે તે ગરીબ પરિવારો પણ સરકાર સામે આશાઓની મીટ માંડી બેઠા છે પણ નીંભર તંત્ર હજુ બોરડી ગામની સ્થિતિ અંગે રોકડ સહાય કે અન્ય સરકારી સહાય પહોંચતી કરી ન હોવાથી આગામી દિવસોમાં ધારી તાલુકા પંચાયત ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી છે

Share This Article