અમરેલી : વાવાઝોડાની સહાય ન મળતાં રોષ જોવા મળ્યો

admin
1 Min Read

જાફરાબાદ ના વઢેરા ગામજનો દ્વારા વાવાઝોડા ની સહાય ન મળતાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો..જાફરાબાદ તાલુકામાં ૧૭. તારીખે આવેલ વાવાઝોડા એ તબાહી સર્જી જેને બે મહીના થવા આવ્યા તોપણ હજી આ વિસ્તારમાં ના લોકો સહાય થી વંચિત છે ત્યારે આજે વઢેરા ગામના લોકો ઉપ સરપંચ સાથે મહીલાઓ તથા પુરુષો સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામ જનો એકઠા થઇ આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરી હતી

વઢેરા ગામમાં તંત્ર દ્વારા લાગવગ સાહી કરી અમુક લોકો ને સહાય આપવામાં આવી છે અને જેને મળવા પાત્ર હતી તેવા ગરીબ પરિવારો હજી પણ સહાય માટે આમથી તેમ ભટકી રહ્યા છે આ આવેદનપત્ર પત્રમાં જણાવ્યું હતું કે તાત્કાલિક રી સવૅ કરી ગરીબ પરીવાર ને યોગ્ય વળતર આપવા આવે.. સરપંચ લખમણભાઇ બાંભણિયા દ્ધારા જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે રી સવૅ કરી વળતર આપવા નહીં આવેતો વઢેરા ઉપ સરપંચ પદે થી રાજીનામું આપી દઈશ એવી સીમકી ઉંચ્ચારી લોકોને વળતર આપવા માંગ કરાઈ છે.

Share This Article