ટ્રેક્ટર ડ્રાઈવરને ફટકારાયો 59 હજારનો દંડ, હરીયાણાના ગુરુગ્રામમાં ટ્રાફિક ઝુંબેશ

admin
1 Min Read

મોટર વ્હીકલ એક્ટમાં સુધારા બાદ હવે તેની અસર ચલણ ઉપર જોવા મળી રહી છે. હરિયાણાના ગુરુગ્રામમાં ટ્રાફિક પોલીસે એક વાહન ઉપર 59 હજાર રૂપિયાનો મેમો આપવામાં આવ્યો હતો. આ મેમો ટ્રેક્ટર-ટ્રોલી માટે લેવામાં આવ્યો હતો. અગાઉ ગુરુગ્રામમાં પણ સ્કૂટર ચાલકનું રુપિયા 23 હજારનો મેમો આપવામાં આવ્યો હતો.  મળતી માહિતી મુજબ, ગુરુગ્રામમાં ન્યૂ કોલોની પાસે સીટી ટ્રાફિક પોલીસે આ ટ્રેક્ટર ચાલકને દંડ ફટકાર્યો હતો. ટ્રેક્ટર ડ્રાઈવર પાસે લાયસન્સ, ઇન્શ્યોરન્સ, આરસી નહોતી. સાથે ડ્રાઈવર દારું પીને ઓવર સ્પીડમાં હંકારી રહ્યો હતો અને એક બાઈક ચાલકને ટક્કર મારી તેની સાથે મારપીટ કરી રહ્યો હતો. જો કે બીજા દિવસે ડ્રાઈવરે કેટલાક દસ્તાવેજો રજૂ કરતા હવે તેણે 13 હજારનો જ દંડ ભરવો પડ્યો હતો. આ ઉપરાંત ગુરુગ્રામમાં જ, એક રિક્ષા ચાલકે મેમાની ભારે રકમ ચુકવી હતી.   તેણે 32,500 રૂપિયાનો મેમો ટ્રાફિક પોલીસ દ્વારા ફટકારાયો હતો. ગુરુગ્રામના બ્રિસ્ટોલ ચોકમાં મેમો આપવામાં આવ્યો હતો. ચાલક પાસે રજીસ્ટ્રેશન બુક, લાઈસન્સ, પ્રદૂષણ પ્રમાણપત્ર, વીમા અને નંબર પ્લેટના ગુનામાં દોષિત જણાયો હતો.

Share This Article