અમરેલી : બગસરા શહેરમા સરકારી આવાસ કોલીનીમા ગૌવંશની કતલ થયાનું સામે આવ્યુ

admin
1 Min Read

અમરેલીના બગસરામાં સરકારી આવાસ કોલીનીમા ગૌવંશનુ માંસ અને અવશેષો મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે આવુ કૃત્ય કરતા ગૌપ્રેમીઓમાં દુખની લાગણી ફેલાઇ હતી.મળતી માહિતી મુજબ બગસરાના જેતપુર રોડ ઉપર આવેલી સરકારી આવાસ કોલીનીમા ગૌવંશની કતલ થયાના અવશેષો મળી આવ્યા હતા. આ કોલોનીમાં ગૌવંશનુ માંસ જોવા મળ્યું હતું ત્યારે સરકારી આવાસ કોલીનીમા ગૌવંશની કાતલના બીન વારસી અવશેષો મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અને બગસરા પોલીસે દ્વારા તપાસ હાથધરી હતી જેમાં એક ઈસમને ઝડપી પાડ્યો છે. જયારે આ બાબતે બગસરા પોલીસ સ્ટેશનના પી.આઇ.એચ.કે.મકવાણાનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે હાલ એક વ્યકિતની ઘરપકડ કરી છે અને આ અંગે વધુ તપાસ ચાલુ છે તો બીજી બાજુ આ ઘટનાથી ગૌપ્રેમીમાં દુખની લાગણી ફેલાઇ છે.

Share This Article