અમરેલી : ધારી ગીર પંથકના વાતાવરણમા આવ્યો પલટો

admin
1 Min Read

અમરેલી જિલ્લામા વરસાદી માહોલ જામ્યો છે. ધારી-ગીર વિસ્તારના ગોવિંદપુર, સરસીયા, સુખપુર અને કંગસા, સહિત વિસ્તારમાં મેઘરાજા રીઝ્યાં છે. જ્યારે લીલીયાના એકલેરા, નાના કણકોટમાં પણ વરસાદ પડ્યો છે. જ્યારે હનુમાન ખીજડીયા, મોરવાડા સહિત વિસ્તારમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે લાઠીના અકાળા, શાખપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

તો લાંબા સમય બાદ વરસાદના આગમનથી ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. જ્યારે 2 દિવસથી આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા અતિ ભારે વરસાદ 24 કલાક દરમિયાન પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે વધુ વરસાદ પડે તો ખેડૂતોના પાક પર ખૂબ મોટો ફાયદો થશે.

Share This Article