ગણપતિ વિસર્જન દરમિયાન અભિનેત્રી ઉર્વશીએ કર્યો ડાન્સ, ઉર્વશી સોલંકીએ કર્યું ‘ગણેશજીની મૂર્તિનું વિસર્જન’

admin
1 Min Read

બુદ્ધિના દેવ શ્રી ગણેશજીને હિન્દુ શાસ્ત્રોમાં સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ગણેશજીની પૂજા કોઇપણ કામની શરૂઆત કરતા પહેલાં કરવામાં આવે છે. ત્યારે ગણેશોત્સવમાં ઘણા સેલિબ્રિટી પણ પોતાના ઘર પર ગણેશ મહોત્સવનું આયોજન કરતા હોય છે. ત્યારે મૂળ ગુજરાતની અને વર્ષોથી મુંબઈમાં વસતી જાણીતી અભિનેત્રી ઉર્વશી સોલંકીએ મુંબઈના અંધેરી વિસ્તારમાં પોતાના નિવાસ સ્થાને ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરી હતી.

અભિનેત્રી સતત પાંચ વર્ષથી પોતાના ઘરે  ગણેશજીનું સ્વાગત કરતી આવી છે. જે પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ  ધામધૂમપૂર્વક ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવ્યો હતો. ગણેશજીની સ્થાપના બાદ દોઢ દિવસ પછી ગણેશજીનું વિસર્જન કર્યુ હતું. વરસતા વરસાદમાં ઢોલ-નગારા સાથે ગણેશજીની મૂર્તિનું વરસોવા બિચ ખાતે વિસર્જન કરવામાં આવ્યુ હતું.

 

 

આ દરમિયાન વરસાદ હોવા છતાં અભિનેત્રી ઉર્વશી સોલંકી, તેના ઘરના સભ્યો અને મિત્રોએ ડાન્સ કરીને ગણપતિ બપ્પા મોરીયાના નાદ લગાવી બાપ્પાને આગામી વર્ષે જલદી પધારવા વિનંતી કરી હતી. ગણેશ ચતુર્થીના ઉજવણી પ્રસંગે ઘરના સભ્યો, મિત્રો તેમજ ગુજરાતી કલાકાર હિતેનકુમાર, ફિલ્મ લેખક સંજય છેલ, ટિવી કલાકાર સંધ્યા કશ્યપ જેવી જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી.

Share This Article