દાહોદ : દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

admin
1 Min Read

: દાહોદ શહેર સહિત જિલ્લામાં ગતરોજ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા હતા. લાંબા સમયથી જોવાથી મેઘરાજાની રાહની આતુરતાનો અંત આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી જિલ્લાવાસીઓ અસહ્ય બફારા તેમજ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે ગતરોજના વરસાદને પગલે જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. બીજી તરફ જિલ્લાના ધરતીપુત્રો મેઘરાજાની રાહ જોઈ બેઠા હતા અને ગઇકાલના વરસાદને પગલે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને ધરતીપુત્રો પણ સારા વરસાદને પગલે ખેતીકામમાં જોતરાઈ ગયા છે.

વિતેલા 24 કલાકની અંદર સૌથી વધુ વરસાદ દાહોદ તાલુકામાં પડ્યો છે. દાહોદ તાલુકામાં 58 મીમી વરસાદ ખાબક્યો છે. જ્યારે જિલ્લામાં કુલ 108 મીમી વરસાદ પડયો હોવાની સત્તાવાર માહિતી મળી રહી છે. દાહોદમાં ગાજવીજ સાથે વરસાદ વરસતાદાહોદના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તો બીજી બાજુ ભારે પવન સાથે વરસાદ પડતાં દાહોદના મોટા ભાગના વિસ્તારોમાં છુટ્ટા છવાયા વૃક્ષો ધરસાઈ થતા મકાનો ગાડીઓ ને નુકસાન પહોચ્યું છે.

Share This Article