જન્મદિવસે કર્યુ રોપાઓનું વિત્તરણ, વડોદરાના ધો-5માં અભ્યાસ કરતા શિવાંશની પહેલ

admin
2 Min Read

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હોટલમાં પાર્ટીઓ રાખીને કરતા હોય છે. પરંતુ આજકાલના યંગસ્ટર હવે પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ સમાજ ઉપયોગી કાર્ય કરી કરતા થયા છે, જોકે નાના ભૂલકાઓ પણ હવે સમાજ ઉપયોગી કાર્ય કરવાના વિચારને આગળ ધપાવતા શિખ્યા છે. વડોદરાના વાઘોડીયા રોડ ખાતે આવેલ આધ્યા ડીવાઈનમાં રહેતો અને દિલ્હી પબ્લિક સ્કુલ હર્ની સ્કુલમાં ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થી શિવાંશે પોતાનો જન્મદિવસ હોટલમાં પાર્ટી કરીને ઉજવવાનું ટાળ્યુ હતું અને વૃક્ષારોપણ કરીને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

શિવાંશે પોતાના ઘરે મિત્રોને બોલાવી તેમને 20થી વધુ છોડનું વિત્તરણ કરી વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવોનો સંદેશો આપ્યો હતો. હાલ સમગ્ર વિશ્વ જયારે ગ્લોબલ વોર્મિંગના ભય હેઠળ જોવા મળે છે અને ગ્લોબલ વોર્મિંગને કારણે જળવાયું પરિવર્તનની અસરો પણ દેખાઈ રહી છે ત્યારે વૃક્ષારોપણ થકી ગ્લોબલ વોર્મિંગના રાક્ષસને નાથી સકાય છે. જે વિચાર 10 વર્ષીય બાળક શિવાંશને આવ્યો અને તેણે પોતાના માતા-પિતાને હોટલમાં જઈ જન્મદિવસની ઉજવણી નથી કરવી કહ્યું અને પોતાનો વિચાર રજુ કર્યો. તેનો આ વિચાર સાંભળી તેના માતા-પિતા પણ ખૂબ જ ખુશ થયા હતા. આ અંગે શિવાંશે જણાવ્યુ હતું કે, જે રીતે બર્થ-ડેમાં રીટર્ન ગિફ્ટ તરીકે પ્લાસ્ટીકની ચીજવસ્તુઓ આપવામાં આવે છે તેની જગ્યાએ પર્યાવરણને ઉપયોગી એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તે જરુરી છે. જેના કારણે પર્યાવરણને પણ નુકશાન ન થાય. આજ કારણસર મેં મારા જન્મદિવસે રોપાઓનું વિત્તરણ કરી અન્યને પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણ બચાવો અંગે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

Share This Article