રાજકોટ : ઉપલેટાના મોટી પાનેલીમાં મેઘો ગાંડોતુર, ત્રણ ઇંચ વરસાદ વરસ્યો

admin
1 Min Read

રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે.

હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી જાહેર કરાઈ છે. ત્યારે આજે રાજકોટના ઉપલેટા તાલુકા ના મોટી પાનેલીમાં મેઘો ગાંડોતુર થતા પોણી કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. આજુબાજુના ખારચીયા સીદસર વલાસણ માંડાસણ હરિયાસણ ઝારમાં પણ મેઘો ગાંડોતૂર બન્યો હતો. ત્યારે પોણી કલાક માં ત્રણ ઇંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા. તો બીજી બાજુ ઉપરવાસના ગામો હરિયાસણ સીદસર ઝારમાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો.

Share This Article