અમરેલી જીલ્લાના બગસરાના સાપર સુડાવડ રોડ પર બાઈક અને ટ્રેકટર વચ્ચે ભયંકર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં એકનું મોત થતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.મળતી માહિતી મુજબ બગસરાના સાપર સુડાવડ રોડ પર બાઈક અને ટ્રેકટર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. સાપર સુડાવડ રોડ પર અકસ્માતમાં એકનું મોત થતાં લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બગસરા તાલુકાના શાપરથી સુડાવડ રોડ ઉપર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત થયો હોવાની જાણ ૧૦૮ને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી.
જેમાં બાઈક પર સવાર બન્ને લોકોને સારવાર અર્થે બગસરા હોસ્પિટલમાં ખસેડાયા હતા. અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં સારવાર મળે તે પહેલાં જ એકનું મોત થતાં લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી તો બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સાથળે દોડી આવી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
