અમદાવાદમાં એચએસઆરપી નંબર પ્લેટ વગરના આશરે 3 લાખ વાહનો છે. એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોવા છતાં આટલી મોટી સંખ્યામાં વાહનોને HSRP નંબર પ્લેટ લગાડવાની બાકી છે. સરકાર દ્વારા મહિનાઓ સુધી તમામ વાહન ચાલકોને પરિપત્રો જાહેર કરી જાણ કરવામાં આવી કે હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ વાહન પર લગાડવી. ત્યારે હવે આરટીઓ દ્વારા આ પ્રકારના વાહન ચાલકો પાસેથી 1000 રૂપિયા સુધીના દંડની વસૂલાત કરવામાં આવશે. સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે કલેક્ટર અને પોલીસ સહિતના ડિપાર્ટમેન્ટ પત્ર દ્વારા લખીને જણાવ્યું છે કે, જો હવે સરકારી વાહનોમાં પણ HSRP નંબર પ્લેટ નહીં હોય તો તેમની પાસેથી પણ દંડ વસૂલવામાં આવશે… સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આઠ વખત નંબર પ્લેટ લગાડવાની મુદત વધારવામાં આવી છે. ત્યારે આ વખતે સરકાર દ્વારા મુદત વધારવા માટે કોઇ જાહેરાત ન થતા આરટીઓ દ્વારા HSRP નંબર વગરના વાહન ચાલકો પાસેથી દંડ વસૂવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કોઇ HSRP નંબર પ્લેટ વગરનું વ્હીકલ ફરતું જોવા મળશે તો તેને રોકીને તેની પાસેથી વધુમાં વધુ 1000નો દંડ ફટકારાશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -