અમરેલી : બગસરા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ

admin
1 Min Read

અમરેલીના બગસરા નગરપાલિકાની સામાન્ય સભા ટાઉનહોલ ખાતે પ્રમુખ પરેશભાઇ ખીમસુરીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં 1થી 14 મુદ્દા પરના એજંડા બાબતે ચર્ચાઓ કરી સામાન્ય સભાની કાર્યવાહી શર કરવામાં આવી હતી ત્યારે સામાન્ય સભામાં બગસરામાં જે રોડની મંજૂરી ન હોય તેવા રોડને સત્તાપક્ષ તેની મનફાવે તેમ તોડી નવા બનાવે છે પરંતુ જે મંજૂર થયેલા રોડ છે તે હજુ સુધી ચાલુ કરવામાં આવતા નથી જેને લઈને વિપક્ષ જમાલભાઇ સરવૈયાએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારે સત્તાપક્ષ કોઈને સાંભળ્યા વગર તેની મનમાની ચલાવવા માટે સભા સ્થળેથી નીકળી ગયા હતા.

Share This Article