અમરેલી : અમરેલી જિલ્લામા ધીમીધારે મેઘસવારી શરૂ

admin
1 Min Read

સમગ્ર અમરેલી જિલ્લામા આજે ધીમીધારે મેઘસવારી શરૂ રહી હતી. અાજે ધારી પંથકમા પાેણાે ઇંચ તથા સાવરકુંડલા, બગસરા અને રાજુલા પંથકમા અડધાે ઇંચ વરસાદ વરસ્યાે હતાે. અમરેલી સહિત જિલ્લાભરમા સતત ઝાપટાઅાે વરસતા રહ્યાં હતા. અાકાશ વરસાદી વાદળાેથી ગાેરંભાયેલુ છે. છેલ્લા બે દિવસથી અા વિસ્તારમા સતત અા સ્થિતિ જાેવા મળે છે. ગઇકાલની જેમ અાજે પણ જિલ્લાના જુદાજુદા વિસ્તારમા ધીમીધારે વરસાદનુ અાગમન થયુ હતુ.

ધારી પંથકમા સાંજના છ વાગ્યા સુધીમા 18મીમી અેટલે કે પાેણાે ઇંચ વરસાદ વરસી ગયાે હતાે. અાવી જ રીતે બાજુના બગસરામા પણ અડધાે ઇંચ વરસાદ થયાે હતેા. સાવરકુંડલા પંથકમા અવારનવાર ઝાપટાઅાે વરસી જતા હતા. જેને પગલે સાંજ સુધીમા અહી અડધાે ઇંચ વરસાદ થયાે હતાે. દરિયાકાંઠાના રાજુલામા પણ ધીમીધારે અડધાે ઇંચ વરસાદ વરસ્યાના વાવડ છે. બાબરા તાલુકાના કાેટડાપીઠામા અેક ઇંચ વરસાદ પડયાે હતાે.બીજી તરફ જિલ્લાના અન્ય વિસ્તારાેમા સતત છુટાછવાયા ઝાપટા વરસ્યાં હતા. અમરેલી શહેરમા સવારથી જ અાકાશ વરસાદી વાદળાેથી ઢંકાઇ ગયુ હતુ. અહી દિવસ દરમિયાન વારંવાર અાકાશ ટપકતુ હતુ. જાે કે મેહુલીયાે મનભરીને વરસ્યાે ન હતાે. જાફરાબાદ, વડીયા, ખાંભા વિગેરે વિસ્તારમા પણ ઝાપટાઅાે પડયા હતા.

Share This Article