રાજકોટ : ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે 3 કલાકમા 10 ઈંચ વરસાદ નોંધાયો

admin
1 Min Read

રવિવારે રાજકોટ જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ ધોરાજીના મોટી મારડમાં 9 અને લોધિકામાં 8 ઇંચ વરસાદ ખાબકતાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. મોટા ભાગનાં ગામડાંમાં પાણી ઘૂસી ગયાં છે અને લોકો પરેશાન થયા છે. બીજી તરફ, રાજકોટમાં 2 કલાકમાં મેઘારાજાએ તોફાની બેટિંગ કરી 4 ઇંચ વરસાદ વરસાવી દીધો હતો, આથી શહેરની સિવિલ હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયાં છે તેમજ તિલક પ્લોટમાં બે કાચાં મકાન અને આઇ.પી. મિશન સ્કૂલની દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે.

તો બીજી બાજુ ધોરાજીના મોટીમારડ ગામમાં 9 ઇંચ વરસાદ નોંધાતાં ગામ બેટમાં ફરવાઈ ગયું છે. ગામનાં 5 તળાવો ઓવરફ્લો થઈ ગયાં છે. ગામનું મેઇન તળાવ, પંચાયત પાસેનું તળાવ, મારડિયાના માર્ગનું તળાવ સહિત તમામ તળાવો ઓવરફ્લો થઈ ગયાં છે. ગામનાં તમામ ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદથી ધોરાજીના ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ધોરાજીમા સતત બીજા દિવસે પણ વરસાદ સવાર થી વાદળ છાયુ વાતાવરણ જોવા મળે છે.

Share This Article