વડોદરા : ડભોઇમાં સમગ્ર ગુજરાતની જેમ વરસાદી માહોલ બંધાયો

admin
1 Min Read

વડોદરા જીલ્લાના ડભોઇમાં સમગ્ર ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી છે તેવામાં ડભોઇ પંથકમાં પણ ગત રાત્રીથી વરસાદ વરસવાનો શરૂ થયો છે. જેમાં 1 ઇંચ વરસાદ ખાબકી ગયો છે..તો સિઝનનો કુલ 10 ઇંચ વરસાદ નોંધાયો છે સર્વત્રીક વરસાદને પગલે નગરના વિવિધ વિસ્તારો રેલ્વે સ્ટેશન, એસ.ટી.ડેપો, ટાવર બજાર, આંબેડકર ચોક, હીરા ભાગોળ, મહુડીભાગોળ, તેમજ વડોદરી ભાગોળ સહિત, અનેક વિસ્તારોમાં વરસાદ ધમાકેદાર વરશ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં વઢવાણા, સીતપૂર, સીમાળીયા,પનસોલી સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ડાંગર જેવા પાકોનું સારું ઉત્પાદન થશે તેવી આશા છે ખેડૂતો વરસાદ વરસતા આનંદની લાગણી અનુભવી રહ્યા છે.તો સમગ્ર વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી છે.

તો નગરના કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાને પગલે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.. તો ડભોઇ નગર પાલીકામાં પ્રિ.મોનસુનની કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. જેમાં નગરના વોરવાડ, હીરાભાગોળ ખાળા વિસ્તાર, મહુડી ભાગોળ માછીવાડ, સહિતના નગરની અનેક સોસાયટીઑમાં પાણીના નિકાલ માટે પ્રિ મોંસૂન કામગીરી પાલીકા દ્વારા કરવામાં આવી નથી. ત્યારે પાલીકા તંત્ર દ્વારા પ્રિમોનસુન કામગીરી કરવામાં આવી ન હોવાથી સ્થાનીકો માં ભારે રોષ ફેલાયો છે.

Share This Article