વડોદરા : અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરવા માટે કચેરીનો શુભારંભ

admin
1 Min Read

સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા જન સુવિધાના કાર્યો કરવામાં આવી રહયા છે.ત્યારે વડોદરા ખાતે મધ્ય ગુજરાતના 7 જીલ્લાઓ માટે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરવા માટે વિભાગીય વિશ્લેષણ સમિતિની કચેરીનો શુભારંભ રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.વડોદરાના કુબેર ભવન ખાતે મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓ માટેની વિભાગીય વિશ્લેષણ સમિતિની કચેરીનો ગુરુવારથી પ્રારંભ કરવામાં આવ્યો.વિભાગીય વિશ્વલેષણ કચેરી નું ઉદઘાટન આદિજાતી વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા અન્ય અધિકારીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ.

વિભાગીયમ વિશ્વલેષણ કચેરીમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ,આણંદ તેમજ ખેડા જીલ્લાના આદિવાસી પ્રજા તેમના માટે દરેક કામોમાં જરુરી એવા જનજાતીના પ્રમાણપત્રો ખરાઈ કરીને આપવામાં આવશે.આ કચરી શરૂ કરવા ની મુખ્ય ઉદેશ્ય મધ્ય ગુજરાતના આદિવાસી લોકોને તેમના અનુચિત જાતિના પ્રમાણ પત્રોની ખરાઈ કરીને પ્રમાણપત્રો આપવામાં આવશે જે આજીવન અભ્યાસ અને નોકરી મેળવવા સહિતના કામો ઉપરાંત કોઈ પણ ચૂંટણી માટે ઉપયોગી થઈ પડશે. આ પહેલા આ પ્રમાણપત્ર ગાંધીનગરથી આપવામાં આવતું હતું અને તેની સમય મર્યાદા હતી.જ્યારે વડોદરામાં કચેરી શરૂ કરવાથી આદિવાસી વિસ્તારના લોકોને વડોદરા થી જાતિ ખરાઈનું પ્રમાણપત્ર મળશે.

Share This Article