સુરત : RTEમાં નામાંકિત સ્કૂલમાં પ્રવેશ લેવા વાલીઓ ‘ઓનપેપર ગરીબ’ બન્યા

admin
1 Min Read

આરટીઇમાં પહેલો રાઉન્ડ જાહેર થતા ડીઇઓએ ઓન પેપર ગરીબ વાલીઓને શોધી કાર્યવાહી કરવા સ્કૂલોને નો આદેશ કર્યો છે. શહેરની 8 સ્કૂલમાં કે.જીની 55 હજાર સુધીની ફી ભરતા 161 વિદ્યાર્થીઓએ એ જ સ્કૂલમાં આરટીઈ હેઠળ ધો.1માં પ્રવેશ લેતા તપાસના આદેશ કરાયા છે.સ્કૂલ સંચાલકો કહે કે, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજીમાં રૂ. 25થી રૂ. 55 હજાર સુધીની ફી ભરનારા તથા ઘરમાં એસી રાખતા અને કારમાં ફરતા વાલીઓ આ વખતે ઓનપેપર ગરીબ બન્યા છે.

આવા વાલીઓને કારણે આરટીઇ હેઠળ પ્રવેશમાં ગરીબ બાળકો વંચિત રહી જતા હોય છે. જેથી તેઓને લાભ આપવા માટે અમે તપાસ કમિટી બનાવી છે.
વાલીઓએ ખોટી માહિતી આપીને આરટીઇ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હોવાની મૌખિક ફરિયાદ સંભળાય છે. જેથી તેની તપાસ કરાશે અને તેમાં કોઈ વાલી ઓનપેપર ગરીબ મળી આવશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે.

Share This Article