રાજકોટ : ધોરાજી રેલ્વે સ્ટેશન પાસેના રસ્તા પરનું દબાણ દુર કરવા સ્થાનિકોની ઉગ્ર માંગ

admin
2 Min Read

રાજકોટ જીલ્લાના ધોરાજી જુનાગઢ સ્ટેટ હાઈવેથી રેલ્વ લાઈનની સાઈડીંગ તરફ જવાનો માર્ગ સ્ટેટ હાઈવે લાઈન વચ્ચેનાની જગ્યા રહેણાંકના હેતુ માટે બિન ખેતી મંજૂર થયેલ છે. જે સરકારી નક્ષામા દર્શાવેલ મુજબ સ્ટેટ હાઈવે રેલ્વ લાઈન સુધી લોકોને આવવા જવા માટે 9 મીટરનો રસ્તો રાખવામાં આવ્યો છે. પરંતુ વચ્ચેનો નવ મીટરની પહોળાઈનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં એક બાજુ દિવાલ કરવામાં આવી છે તો બીજી તરફ લોખંડનો ડેલો કરવામાં આવ્યો છે. જે રસ્તો નગરપાલિકની હદમા આવે છે જે ખુલ્લો મુકેલ નથી જેના વિરોધમા સ્થાનિક લોકોએ નગરપાલિકાને લેખિત ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાંય નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ પોતાની રજુઆત કરી હતી. અને રસ્તો ખુલ્લ કરવાની માંગ કરવામાં આવી હતી.

સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો અને રસ્તા ખાલી કરો રસ્તો ખાલી કરો તેવા નારા લગાડયા હતા. તો આ બાબતે ચીફ ઓફિસર સાથે વાત કરતા એને જણાવેલ કે આ મેટર હાલ કોર્ટ મેટર છે અને જયા સુધી કોર્ટનો ચુકાદો આવે તેની રાહ જોવાઈ રહી છે. હાલ આ સમગ્ર પ્રકરણ કોર્ટમા ચાલી રહી છે ત્યારે જોવાનુ એ રહયુ કે પીપરવાડી વિસ્તારના લોકોએ જે આક્ષેપ કર્યો છે કે પછી જેને બાંધકામ કર્યુ છે તે સાચા એ તો આવનાર સમય જ બતાવશે પણ હાલ પીપીરવાડી જુનાગઢ રોડ નજીક આવેલ જગ્યા મા બાંધકામ દુર થાશે કે નહી તે નક્કી કોર્ટ કરશે હાલ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે.

Share This Article