સાબરકાંઠા : સાબરકાંઠા જીલ્લા ના ૪ તાલુકાઓમાં વરસાદ શરુ

admin
1 Min Read

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડુતો સહિત પશુપાલકો ચિંતિત બન્યા છે અને વરસાદ ન થવાને કારણે દિવસભર ઉકળાટ અને બફારો પણ રહેતો હતો. જોકે છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠાનું આકાશ ગોરંભાયેલુ છે અસહ્ય ઉકળાટ વચ્ચે વિજયનગર, પોશીના, ઇડર અને ખેડબ્રહ્મામાં વરસાદ વરસતા પોશીનામાં સૌથી વધુ 1 ઇંચ અને વિજયનગરમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

8 દિવસ બાદ જિલ્લામાં ઝાપટા વરસતાં ફરીથી વરસાદની આશા બંધાણી હતી પરંતુ દિવસ દરમિયાન ઉકળાટ અને વાદળો સાંજ સુધીમાં 8 પૈકી 4 તાલુકામાં ઝાપટા અને 2 તાલુકામાં 2થી 4 મીમી વરસાદ નોંધાયો હતો. જો કે મેઘરાજાએ જે પ્રમાણે મોડે મોડે પણ પધરામણી કરીને લોકોમાં ફરી એક આશા બંધાવી છે તે આશા નિષ્ફળ ન નીવડે અને સારો એવો વરસાદ થાય તેવી લોકો આશા કરી રહ્યાં છે.

Share This Article