સુરત : કતારગામ ગોટાલાવાડીના ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં તોતિંગ વધારો

admin
1 Min Read

સુરતના કતારગામ ગોટાલાવાડી ખાતે આવેલ ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે, ગલગોટા અને ગુલાબ સહિતના ફુલોમાં ભાવ વધારો દેખાતા ખરીદવા ઓછા લોકો જોવા મળ્યા છે. કોને લઈને છેલ્લા બે વર્ષથી દરેક ધર્મના તહેવારો કોરોના ગાઇડલાઇન પ્રમાણે ઘરે જ ઉજવી રહ્યા છે હાલ ગુજરાત સહિત સુરત શહેરમાં કોરોના ધીમો પડયો છે જેને લઈ સરકાર દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે અને હાલ તેઓની મોસમ શરૂ થઇ છે

આજે જન્માષ્ટમી નિમિત્તે શહેરના કતારગામ ગોટાલાવાડી ખાતે આવેલા હું બજારમાં ફૂલોના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે જેમાં ખાસ કરી ગલગોટા અને ગુલાબ સહિતના ફૂલોમાં ભાવ વધારો હોવાને લીધે ફૂલ બજારમાં ખરીદાર ઓછા જોવા મળ્યા છે. જોકે જન્માષ્ટમીનો તહેવાર હોવાના કારણે ગ્રાહકોએ મજબૂર થઈ ૨૦ ટકા જેટલો ભાવ વધારો ખરીદી પર આપવાનો વારો આવ્યો છે.

Share This Article