ગુજરાત : કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને તેમની બહેન વચ્ચે વારસાઈને લઇ ખેચતાણ

admin
2 Min Read

ગુજરાત કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ગાંધીનગર સ્થિત મકાનને લઈ વિવાદ થયો છે. તેમની પુત્રીએ જાહેર ચેતવણી આપીને કહ્યું છે કે, તેમની જાણ બહાર મકાન વેચવાનો પ્રયાસ કરાયો છે. પુત્રીએ અખબારોમાં જાહેર નોટિસ આપી ચેતવણી આપી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા ભરતસિંહ સોલંકી અને તેમના બહેન વચ્ચે વારસાઇ મિલકતને લઇ વિવાદ વકરી શકે છે. અગાઉ ભરતસિંહ સોલંકીને તેમની પત્નીએ રેશ્મા પટેલે પણ અમેરિકાથી નોટિસ ફટકારી હતી. તે વિવાદ પણ હજુ શમ્યો નથી ત્યાં આ નવો વિવાદ બહાર આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. હવે તેમના ગાંધીનગર સ્થિત મકાનને લઈ વિવાદ થયો છે અને તેમની પુત્રી અલકા પટેલે અખબારમાં જાહેર નોટિસ આપીને ચેતવણી આપી છે કે કોઈએ પણ મકાનની વારસાઈ ઉપર નાણાંકીય વ્યવહાર કરવો નહી તેમજ પોતાની જાણ બહાર મકાન વેચવાનો આક્ષેપ પણ કર્યો છે. પુત્રીએ એવો દાવો કર્યો છે કે પોતાનો હક ડૂબાડવાનો પ્રયાસ કરાયો છે

અને બાકીના વારસદારોએ મકાન વેચવાનો પ્રયત્ન કર્યો છે. માધવસિંહ સોલંકીના ગાંધીનગર સ્થિત મકાનના ભોગવટેદારોમાં ભરતસિંહ સોલંકી, અશોક સોલંકી, અતુલ સોલંકી, વસુધા સોલંકી, અલકા પટેલનો હિસ્સો છે. પુત્રી અલકાના આક્ષેપ મુજબ મકાનનો સોદો બારોબાર તેમની જાણ બહાર કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશ્મા પટેલ વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે. સૌ પ્રથમ ભરતસિંહ સોલંકીએ પોતાના પત્નીને વકીલ મારફતે નોટિસ પાઠવી હતી. નોટિસમાં ભરતસિંહે તેમના પત્ની છેલ્લા ચાર વર્ષથી અલગ રહેતા હોવાનો તેમજ મનસ્વી રીતે વર્તન કરતા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ તેમણે પત્ની રેશ્મા પટેલ સાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ ન કરવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે હવે ભરતસિંહ સોલંકીની બહેન અલકા પટેલે વરસાઈ મિલકતમાં હક્કને લઇ નોટીસ જાહેર કરતા ફરી વિવાદ થયો છે.

Share This Article