સુરત : મહાનગરપાલિકામાં નોકરી અપાવાનાનું કહી ૪ને ઠગ્યા

admin
1 Min Read

સુરતના બે યવાનોને સુરત મહાનગર પાલિકામાં ક્લાર્કની નોકરી અપાવવાના બહાને 9.20 લાખની ઠગાઈમાં રુબીના મુલતાની અને ઝેનુલ અંસારી સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, બંને ઠગબાજો ઇન્ટરવ્યુ લઈ રૂપિયા પડવાતા હોવાનો સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકામાં કાયમી નોકરીના બોગસ કોલ લેટર આપી સુરત શહેર અને જિલ્લાના 4 યુવાનો પાસે 9.20 લાખ રૂપિયા પડાવી લેનાર મહાઠગબાજ મહિલા સામે લાલગેટ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

એટલું જ નહીં પણ બોગસ કોલ લેટરના આધારે પાલિકામાં હાજર થવા ગયેલા યુવાનોને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અનુભવ થયો હતો. જેથી યુવાનોએ ન્યાય માટે પોલીસ સ્ટેશન અને કમિશનર ઓફિસના ધક્કા ખાધા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. એક દિવસ ઇન્ટરવ્યૂ હોવાનું કહી સુરત શખેશ્વર કોમ્પ્લેક્ષમાં બોલાવ્યા. જ્યાં રુબીનાબેન સાથે અન્ય ત્રણ ઈસમ SMCના ડ્રેસમાં હતા. ઇન્ટરવ્યૂ લીધા બાદ કાચા પડો છો, પ્રેક્ટિસ કરવી પડશે એમ કહી ઘરે મોકલી આપ્યા અને મોબાઇલ પર ઇન્ટરવ્યૂનો વીડિયો બનાવી મોકલવા સૂચન કર્યું. 1 જૂન-2018ના રોજ પાલિકામાં કોલ લેટર લઈ નોકરી પર હાજર થવા જતા છેતરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

Share This Article