નેશનલ : PMનો જન્મદિવસ 20 દિવસના અભિયાન સાથે ઉજવાશે

admin
1 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી 17 સપ્ટેમ્બરના રોજ 20 દિવસનું “સેવા અને સમર્પણ” અભિયાન શરૂ કરશે. જે અભિયાન અંતર્ગત વિવિધ કલ્યાણ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2014 માં મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ભાજપ તેમનો જન્મદિવસ ‘સેવા દિવસ’ તરીકે ઉજવે છે અને એક સપ્તાહ માટે દેશભરમાં કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. આ વખતે 20 દિવસ આ અભિયાન ચલાવવામાં આવશે, કારણ કે મોદી રાજકારણમાં બે દાયકા પૂર્ણ કરી રહ્યા છે.

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ અભિયાનના ભાગરૂપે આરોગ્ય અને રક્તદાન શિબિરોનું આયોજન કરવા અને ગરીબોને રાશન વિતરણ કરવા પક્ષના કાર્યકર્તાઓને સૂચનાઓ આપી છે. તેમણે ભાજપના તમામ રાજ્ય એકમોને જણાવ્યુ હતુ કે, કોવિડ -19 પ્રોટોકોલને અનુસરીને કલ્યાણ કાર્યો હાથ ધરવામાં આવશે. ઉપરાંત નડ્ડાએ પાર્ટી કાર્યકર્તાઓને રસીકરણ અભિયાનને સરળ બનાવવા માટે રસીકરણ શિબિરોની મુલાકાત લેવા પણ જણાવ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે ભાજપના કાર્યકરો પાંચ કરોડ પોસ્ટકાર્ડ પણ મોકલશે, જેમાં ઉલ્લેખ કરવામાં આવશે કે તેઓ જાહેર સેવા માટે પોતાને સમર્પિત કરી રહ્યા છે. ઉપરાંત પાર્ટીએ કાર્યકરોને મોદી દ્વારા મળેલી ભેટોની હરાજી જાહેર કરવા પણ જણાવવામાં આવ્યુ છે. ભાજપના કિસાન મોરચા પણ મોદીના જન્મદિવસને (દેશના દરેક જિલ્લામાં ‘કિસાન જવાન સન્માન દિવસ’ તરીકે ઉજવશે. આ પહેલ હેઠળ ખેડૂતોના પરિવારોનું સન્માન કરવામાં આવશે.

Share This Article