રાજકોટ : જિલ્લામાં મેઘરાજા મહેરબાન, વાતાવરણ મા ઠંડક પ્રસરી

admin
1 Min Read

રાજકોટ જિલ્લાના હાલ જિલ્લાના કોટડાસાંગાણીમા મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં એક કલાકમાં ગાજવીજ સાથે ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે. હાલ ભારે વરસાદના પગલે બસ સ્ટેશન રોડ પર ભરાયા પાણી ભરાયા છે. ભારે વરસાદથી ખેતીના પાકને મળ્યુ જીવનદાન છે. આ ઉપરાંત ઉપલેટા, ગોંડલ અને જસદણના આટકોટ, જંગવડ, ખારચીયા, પાંચવડા સહિતના ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા.

વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઈ છે. હાલ કપાસ, મગફળી, મગ, અડદ, મકાઇ સહિતના પાકને વરસાદની તાતી જરૂરિયાક હોય ત્યારે જ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પણ પાણી ભરાય જતા પાકને ફાયદો થયો છે. આ ઉપરાંત ગોંડલ તાલુકાના મોવિયા ગામે વીજળી પડી હતી. જેમાં મોવિયાના ગોવિંદનગરમાં મકાન પર પાણીની સોલાર પર વીજળી પડી હતી. પરંતુ તેમાં કોઈ જાનહાની થઈ નથી.

Share This Article