રાજકોટ-ઉપલેટાનો મોજ ડેમ થયો ઓવરફ્લો

admin
1 Min Read

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્ય ભરમાં સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાંના ઉપલેટા તેમજ આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહ્યોદ છે. વરસી રહેલા વરસાદથી મોજ ડેમ ઓવરફ્લો થતા તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના બધા દરવાજા પાંચ ફૂટ ખોલતા ઉપલેટા મોજ નદી બેટમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ સુવા તેમજ ચિફઓફિસર, નગરપાલિકા માજી સદસ્ય શાહનવાઝ બાપુ બુખારી, સબીરબાપુ, આશિફ્ભાઈ ખોખર, તેમજ સમીર પટેલ, દ્વારા નદીની મુલાકાત લેતા નદીના વિસ્તાર પાસે ઝૂંપડા વાળીને રહેતા લોકોને મહામુસીબતે બહાર કાઢી સલામત સ્થળે પોહચાડ્યા હતા. ઝૂંપડા તેમજ સરસામાન પાણીમાં તણાયા હતા. .

જોકે તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. પાણીના વધુ પડતા પ્રવાહને લઈ સ્મશાનની પાછળ તેમજ કબ્રસ્તાનની દીવાલ ધરસાહિ થઈ હતી. વધુ પડતા વરસાદ તેમજ નદીના પ્રવાહને લીધે આસપાસના લોકોને સલામત સ્થળે રહેવા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ લાલાભાઈ ધાબી નગરપાલિકા માજી સુધરાઈ સભ્યો રજાક ઓસમાન હિંગોરા હનીફભાઈ કોડી મેમન જમાતના પ્રમુખ જીગાબાઈ ડેર બસીરભાઈ માજોઠી સાહનવાઝ બાપુ બુખારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Share This Article